વાસ્ક્યુલાઇટીસ

Last Update : 01 April, 2015

લોહીની  નસોની અંદરની  દીવાલ ઉપર સોજો આવવાથી થતા આ વા માં જીવન ઉપર જોખમ આવી શકે છે.

Vasculitis--CT scan lungs    Vasculitis--eyes  Vasculitis--skin


 

વારંવાર પૂછાતાં પ્રશ્નો

વાસ્ક્યુલાઇટીસ શું કામ થાય છે?

 • વાસ્ક્યુલાઇટીસ થવાના ઘણા કારણો છે. ચેપી રોગ જેવા કે ન્યુમોનિયા; અમુક દવાઓ; અમુક કેન્સર તથા વા ની બિમારીઓ વાસ્ક્યુલાઇટીસ કરી શકે છે.

વાસ્ક્યુલાઇટીસમાં શું થાય છે?

 • વાસ્ક્યુલાઇટીસમાં લોહીની નસોની અંદરની દીવાલ ઉપર સોજો આવે છે અને જે તે અંગને લોહી પહોંચતું બંઘ થાય છે અને તે અંગને નુકસાન થાય છે.

વાસ્ક્યુલાઇટીસ કોને થઇ શકે છે?

 • વાસ્ક્યુલાઇટીસ બે વષઁના બાળકથી નેવુ વષઁના વૄધ્ધ સુધી કોઇ પણ ઉમરે થઇ શકે છે.

શુંવાસ્ક્યુલાઇટીસ ગંભીર બિમારી છે?

 • હા. અમુક પ્રકારના વાસ્ક્યુલાઇટીસ માં દદીઁનાજીવ ઉપર જોખમ આવી શકે છે.

વાસ્ક્યુલાઇટીસ નું નિદાન કઇ રીતે કરવામાં આવે છે?

 • દદીઁ ના લાક્ષણીક ચિન્હૉ ઉપરથી વાસ્ક્યુલાઇટીસનું નિદાનનિષ્ણાંત ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. અસર પામેલાઅંગોની  બાયોપ્સી (Biopsy) દ્વારા સચોટ નિદાન થઇ શકે છે.
 • વાસ્ક્યુલાઇટીસનો પ્રકાર જાણવા માટે લોહીની તપાસ, CT  SCAN / MRI જરૂર પ્રમાણે કરવામાં આવે છે.

વાસ્ક્યુલાઇટીસ ની સારવાર કઇ રીતે કરવામાં આવે છે?

 • ચેપી રોગ, કેન્સર જેવી બીમારીથી થતા વાસ્ક્યુલાઇટીસમાંમુળ બીમારીની સારવાર કરવાથી વાસ્ક્યુલાઇટીસ કાબુમાંઆવી જાય છે. અમુક દવાથી થતી વાસ્ક્યુલાઇટીસ ની બીમારી તે દવા બંધકરવાથી મટી જાય છે.
 • સાધાના વાથી થતી બિમારીમાં તીવ્રતા પ્રમાણે સ્ટીરોઇડ,સાયક્લોફોસ્ફામાઇડ, મિથોટ્રેક્સેટ, એઝાથાયોપ્રીન,માયકોફીનોલેટ જેવી દવાઓ વાપરવામાં આવે છે.

વાસ્ક્યુલાઇટીસમાં કેટલો સમય દવા લેવી પડે છે?

 • દવાનો સમય વાસ્ક્યુલાઇટીસના પ્રકાર ઉપર આધાર રાખે છે.અમુક પ્રકારમાં આજીવન દવા લેવી પડે છે.

વાસ્ક્યુલાઇટીસના દદીઁઓએ ખોરાકમાં શું કાળજી લેવી જોઇએ?

 • ખટાશ અને આ બિમારીને કોઇ સબંધ નથી. આ દદીઁઓએ ઘરે બનાવેલો પચવામાં હળવો ખોરાક લેવો જોઇએ.

ખોરાક

  • ગાઉટ નામના વા સિવાય સાંધાના કોઇ પણ વા ને ખોરાક સાથે સીધો સંબંધ નથી.
  • ગાઉટ નામનો વા ધરાવતા દદીઁઓ કઠોળ સહીત બધોજ શાકાહારી ખોરાક લઇ શકે છે.આ દદીઁઓએ નોનવેજ ખોરાક ટાળવો જોઇએ.
  • ખટાશ ખાવાથી સાંધાના વા ની તીવ્રતામાં કોઇ ફરક પડતો નથી.
  • ખટાશ ખાવાથી દુખાવો વધતો નથી, ખટાશ બંધ કરવાથી વાની બિમારી મટતી નથી.
  • વા ના દદીઁઓએ પચવા માં હળવો અને પોષ્ટીક ખોરાક પોતાની તાસીર મુજબ લેવો જોઇએ.
  • પગ ના સાંધા ઉપર અસર ધરાવતા દદીઁઓ એ પોતાનુ વજન વધે નહી તેની કાળજી લેવી જોઇએ.

દવાઓની આડઅસર

  • સાંધાના વાની દવાઓની આડઅસર મોટા ભાગના [ ૯૦ % ]   દદીઁ ઓને થતી નથી.
  • દદીઁ ઓની ઉમર, વજન, બિમારીનો પ્રકાર તથા તીવ્રતાનું ધ્યાન રાખી ને જ દવાઓ લખવામાં આવે છે.
  • ઓછામાં ઓછી દવાથી સારવાર થાય તેની કાળજી રાખવામાં આવે છે.
  • દદીઁને થતા દરેક ચિન્હો દવાની આડઅસરથી થવા જરૂરી નથી.
  • દવાની આડઅસરની શંકા જણાય તો દવા તુરંત બંધ કરી આપના ફેમેલી ડોક્ટર પાસે સારવાર લેવી.
  • ત્યાર બાદ આપના રૂમેટોલોજીસ્ટનો સંપકઁ કરવો.

સંબંધિત સર્જરી

  • વાની બિમારી થી જે દદીઁઓના સાંધા સંપુણઁ નાશ પામ્યા છે તથા તેમને પોતાનુ રોજીંદુ કામકાજ કરવામાં ખુબ જ તકલીફ પડે છે તેવા દદીઁઓને ઓપરેશન ની જરૂર પડે છે.
  • એકજ સાંધામા ખુબજ સોજો ધરાવતા દદીઁઓમા આર્થરોસ્કોપી [ દુરબીન દ્વારા થતુ ઓપરેશન ] કરી શકાય. જે સાંધા સંપુણઁપણે ખરાબ થઇ ગયા છે તેને બદલાવવાના ઓપરેશન કરી શકાય.
  • સામાન્ય રીતે ગોઠણ, થાપા, ખભા તથા કોણીના સાંધા બદલવામાં આવે છે.
  • મણકા ઉપર વાની અસર ધરાવતા દદીઁઓમા જ્યારે નસ અથવા કરોડરજજુ ઉપર દબાણ આવે ત્યારે મણકાનું ઓપરેશન કરી શકાય.
  • હાથની આંગળીઓ તથા પગના ટેરવાને સીધા કરવાના ઓપરેશન નિષ્ણાત ડોક્ટરો કરી શકે.

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)