સ્પોન્ડીલો આર્થરાઇટીસ

Last Update : 01 April, 2015

પુરુષોમાં નાની ઉમરે શરૂ થતો આ વા કમરના મણકા તથા હાથ પગના મોટા સાંધા ઉપર અસર કરે છે.


 

વારંવાર પૂછાતાં પ્રશ્નો

સ્પોન્ડીલો આર્થરાઇટીસ કોને થઇ શકે છે?

 • સ્પોન્ડીલો આર્થરાઇટીસ કોઈપણ ઉંમરે થઈ શકે છે. મોટા ભાગના દર્દીઓમાં આ સાંધાનો વા ૨૦-૪૦ વર્ષની વચ્ચે શરૂ થાય છે. આ વા પુરૂષોમાં વધારે જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ભા૨તમાં આ વાના પ૦ લાખ દર્દીઓ હોઈ શકે છે.

સ્પોન્ડીલો આર્થરાઇટીસ શું કામ થાય છે ?

 • આ સાંધાનોવા થવાનું ચોક્કસ કા૨ણ વિજ્ઞાનને ખબ૨ નથી. શરીરની રોગપ્રતિકા૨ક પદ્ઘતિ આ રોગ થવામાં અગત્યનો ભાગ ભજવે છે. કોઈ અજાણ્યા કા૨ણસ૨ આ રોગપ્રતિકા૨ક શક્તિ દર્દીના પોતાના સાંધા અને બીજા અંગો ઉપ૨ હુમલો કરી નુક્સાન પહોંચાડે છે. આ નુક્સાન સાંધાના વા સ્વરૂપે બહા૨ આવે છે.

શું આ રોગ વા૨સાગત હોય છે ?

 • હા, આ રોગ વા૨સાગત હોઈ શકે છે. કુટુંબના સભ્યોમાં અલગ પ્રકારે, અલગ તીવ્રતામાં જોવા મળે છે.

સ્પોન્ડીલો આર્થરાઇટીસનું નિદાન કઈ રીતે થાય છે?

 • દર્દીના ચિન્હો અને શારીરિક તપાસ દ્વારા આ રોગનું પ્રાથમિક નિદાન થાય છે. દર્દીના ચિન્હો પ્રમાણે લોહીની તપાસ, x-ray, MRI, CT scan વગેરે જરૂ૨ પ્રમાણે કરી પાકું નિદાન થઈ શકે છે.

શું કોઈ એક જ લોહીની ટેસ્ટ દ્વારા સ્પોન્ડીલો આર્થરાઇટીસનું પાકું નિદાન થઈ શકે છે ?

 • ના. દર્દીના ચિન્હો, શારીરિક તપાસ અને યોગ્ય ટેસ્ટનો તાળો મળે તો જ આ રોગનું પાકું નિદાન થાય છે.

સ્પોન્ડીલો આર્થરાઇટીસમાં ક્યા પ્રકા૨ની લોહીની તપાસ ક૨વામાં આવે છે ?

 • દવા શરૂ ક૨તા પહેલા ૨ક્તકણો, લિવ૨, કીડની નોર્મલ છે. તેની ખાતરી ક૨વામાં આવે છે. HLA B27 નામનો ટેસ્ટ રોગના નિદાનમાં મદદ કરે છે.

HLA B27 શું છે ?

 • HLA B27 એક જનીન છે. ભા૨તની પ-૬% વ્યક્તિઓમાં આ જનીન હોય છે. આ જનીન ધરાવતી વ્યક્તિને સ્પોન્ડીલો આર્થરાઇટીસ થવાની શક્યતા વધારે હોય છે. ૩૦% દર્દીઓમાં આ ટેસ્ટ નેગેટીવ હોય છે.

શું દરેક દર્દીમાં MRI/CT Scan કરવો જરૂરી છે ?

 • ના. દર્દીની બિમારીની તીવ્રતા અને સમય પ્રમાણે આ તપાસ ક૨વામાં આવે છે. દરેક દર્દીમાં સૌપ્રથમ X-Ray ક૨વામાં આવે છે. શરૂઆતના તબકકામાં X-Ray નોર્મલ હોય છે. આ તબકકે દર્દીના ચિન્હો પ્રમાણે CT scan/ MRI જરૂર પ્રમાણે ક૨વામાં આવે છે.

સ્પોન્ડીલો આર્થરાઇટીસ ની સા૨વા૨ કઈ રીતે ક૨વામાં આવે છે ? શું આ બિમારી મટી શકે છે ?

 • સા૨વા૨ની કોઈ પણ પદ્ઘતિ આ બિમારી સંપુર્ણપણે મટાડી શકતી નથી. ઘણા દર્દીમાં આ બિમારી કુદરતી રીતે કાયમી શાંત થઇ જાય છે.
 • આ બિમારીની સા૨વા૨ શક્ય હોય એટલી વહેલી શરૂ ક૨વી જોઈએ. સા૨વા૨નું ધ્યેય દુ:ખાવો અને સોજો ઓછો કરી સાંધા અને ગાદીને બચાવવાનું હોય છે.
 • દરેક દર્દીની દવાનો પ્રકા૨ અને તેની માત્રા- દર્દીની બિમારીની તીવ્રતા અને સાંધાને થયેલા નુક્સાન પ૨ આધા૨ રાખે છે.
 • દર્દીની ઉંમ૨, દર્દીને થયેલી બીજી બિમારીઓ જેમ કે ડાયાબીટીસ, બ્લડપ્રેશ૨ વગેરે પણ ધ્યાનમાં લેવું આવશ્યક છે.

સ્પોન્ડીલો આર્થરાઇટીસમાં ક્યા પ્રકા૨ની દવાઓ વાપ૨વામાં આવે છે?

આ રોગમાં બે પ્રકા૨ની દવાઓ હોય છે.

 1. દુ:ખાવો અને સોજો ઓછો ક૨વા માટે (એન્ટી ઈન્ફલેમેટરી દવાઓ)
 2. બિમારી કાબુમાં લાવવા માટે (DMARD)
 • એન્ટી ઈન્ફલેમેટરી દવાઓ (NSAID): ડોઈફલોફેનાક, એસીકલોફેનાક, નેપ્રોક્સેન, બ્રૂફેન, ઈન્ડોમેથાસીન, ઈટોરીકોક્સીબ વગેરે આ પ્રકા૨ની દવાઓ છે.
 • આ દવાઓ દુ:ખાવો અને સોજો ઓછો કરે છે. આ દવાઓનું મિશ્રણ લેવું યોગ્ય નથી. આ દવાઓ હંમેશા જમ્યા પછી લેવાની હોય છે.
 • એનાલ્જસીક: પેરાસીટામોલ, ટ્રામાડોલ આ પ્રકા૨ની દવાઓ છે.
 • સ્ટીરોઈડ: આ વામાં સ્ટીરોઈડ મદદ ક૨તી નથી. જયારે એક જ સાંધામાં સોજો હોય ત્યારે સ્ટીરોઈડનું ઈન્જેકશન લઈ શકાય છે.
 • DMARD (બિમારી કાબૂમાં લાવવાની દવાઓ): બિમારી માટે આ દવાઓ સૌથી મહત્વની છે. યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અપાયેલી આ દવાઓ લાંબા ગાળે ખૂબ ફાયદો કરે છે.
 • મોટા ભાગની દવાઓની અસ૨ ૬-૮ અઠવાડીયા પછી દેખાય છે. ત્યાં સુધી દર્દીઓ ધી૨જ રાખવી જરૂરીછે. આ દવાના પાંચ-છ પ્રકા૨ છે. સલ્ફાસેલેઝીન, મીથોટ્રેકઝેટ, ઈટાન૨સેપ્ટ, ઈન્ફલીક્સીમેબ આ પ્રકા૨ની દવાઓ છે.

સ્પોન્ડીલો આર્થરાઇટીસના દર્દીઓએ ક્સ૨ત ક૨વી જોઈએ ?

 • સ્પોન્ડીલો આર્થરાઇટીસમાં ખાસ કરીને મણકાની બિમારી માટે ક્સ૨તો સૌથી મહત્વની સા૨વા૨ છે. નિયમિત ક્સ૨તો ક૨વાથી. દવાની માત્રા ઓછી થઇ શકે છે અને રોગથી થતી મણકાની ખોડખાંપણ ટાળી શકાય છે.

સ્પોન્ડીલો આર્થરાઇટીસના દર્દીઓએ બીજી શી કાળજી લેવી જોઈએ ?

 • આ રોગમાં મણકાની તકલીફ ધરાવતા દર્દીઓએ ખૂબ ન૨મ / કઠણ નહી એવું ગાદલું વાપ૨વું જોઈએ. આ દર્દીઓએ જમીન પ૨ સુવું જરૂરી નથી. શક્ય હોય ત્યાં સુધી આ દર્દીઓએ પેટ પ૨ સુવું જોઈએ. વાહન ચલાવતા થડકા ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ. દ૨ અડધા કલાકે ઉભા થઈ થોડું હલનચલન ક૨વું જોઈએ.

સ્પોન્ડીલો આર્થરાઇટીસના દર્દીઓએ ક્યારે / ક્યો શેક લેવો જોઈએ ?

 • સાંધાના સોજા ઉપ૨ બ૨ફનો શેક ક૨વો જોઈએ.સોજો ન ધરાવતા સાંધા ઉપ૨ ગ૨મ પાણીનો શેક કરી શકાય. બિમારી કાબુમાં આવ્યા પછી વિવિધ શેક જરૂરીયાત મુજબ આપવામાં આવે છે. જેમ કે મીણનો શેક, ડાયાથર્મી, અલ્ટ્રાસાઉન્ડ વગેરે.

આ સાંધાના વામાં ઓપરેશન ક્યારે ક૨વું જોઈએ ?

 • જયારે એક જ સાંધામાં સોજો હોય ત્યારે દૂ૨બીનથી ઓપરેશન કરી એ સોજો દૂ૨ કરી શકાય છે. ગોઠણ, થાપા, ખભા અને કોણીના સાંધા બદલી શકાય છે.
 • મણકામાં જયારે કોઈ નસ દબાતી હોય ત્યારે અમુક દર્દીમાં મણકાનું ઓપરેશન ક૨વું પડે છે.

ખોરાક

  • ગાઉટ નામના વા સિવાય સાંધાના કોઇ પણ વા ને ખોરાક સાથે સીધો સંબંધ નથી.
  • ગાઉટ નામનો વા ધરાવતા દદીઁઓ કઠોળ સહીત બધોજ શાકાહારી ખોરાક લઇ શકે છે.આ દદીઁઓએ નોનવેજ ખોરાક ટાળવો જોઇએ.
  • ખટાશ ખાવાથી સાંધાના વા ની તીવ્રતામાં કોઇ ફરક પડતો નથી.
  • ખટાશ ખાવાથી દુખાવો વધતો નથી, ખટાશ બંધ કરવાથી વાની બિમારી મટતી નથી.
  • વા ના દદીઁઓએ પચવા માં હળવો અને પોષ્ટીક ખોરાક પોતાની તાસીર મુજબ લેવો જોઇએ.
  • પગ ના સાંધા ઉપર અસર ધરાવતા દદીઁઓ એ પોતાનુ વજન વધે નહી તેની કાળજી લેવી જોઇએ.

દવાઓની આડઅસર

  • સાંધાના વાની દવાઓની આડઅસર મોટા ભાગના [ ૯૦ % ]   દદીઁ ઓને થતી નથી.
  • દદીઁ ઓની ઉમર, વજન, બિમારીનો પ્રકાર તથા તીવ્રતાનું ધ્યાન રાખી ને જ દવાઓ લખવામાં આવે છે.
  • ઓછામાં ઓછી દવાથી સારવાર થાય તેની કાળજી રાખવામાં આવે છે.
  • દદીઁને થતા દરેક ચિન્હો દવાની આડઅસરથી થવા જરૂરી નથી.
  • દવાની આડઅસરની શંકા જણાય તો દવા તુરંત બંધ કરી આપના ફેમેલી ડોક્ટર પાસે સારવાર લેવી.
  • ત્યાર બાદ આપના રૂમેટોલોજીસ્ટનો સંપકઁ કરવો.

સંબંધિત સર્જરી

  • વાની બિમારી થી જે દદીઁઓના સાંધા સંપુણઁ નાશ પામ્યા છે તથા તેમને પોતાનુ રોજીંદુ કામકાજ કરવામાં ખુબ જ તકલીફ પડે છે તેવા દદીઁઓને ઓપરેશન ની જરૂર પડે છે.
  • એકજ સાંધામા ખુબજ સોજો ધરાવતા દદીઁઓમા આર્થરોસ્કોપી [ દુરબીન દ્વારા થતુ ઓપરેશન ] કરી શકાય. જે સાંધા સંપુણઁપણે ખરાબ થઇ ગયા છે તેને બદલાવવાના ઓપરેશન કરી શકાય.
  • સામાન્ય રીતે ગોઠણ, થાપા, ખભા તથા કોણીના સાંધા બદલવામાં આવે છે.
  • મણકા ઉપર વાની અસર ધરાવતા દદીઁઓમા જ્યારે નસ અથવા કરોડરજજુ ઉપર દબાણ આવે ત્યારે મણકાનું ઓપરેશન કરી શકાય.
  • હાથની આંગળીઓ તથા પગના ટેરવાને સીધા કરવાના ઓપરેશન નિષ્ણાત ડોક્ટરો કરી શકે.

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)