રૂમેટોઈડ આર્થરાઈટીસ (સંધીવા)

Last Update : 01 April, 2015

સામાન્ય રીતે સ્ત્રીઓમાં થતો આ સાંધાનો વા લાંબા સમયે હાથ-પગ કાયમ માટે વાંકા-ચુકા કરી શકે છે.

03  Untitled-2


 

વારંવાર પૂછાતાં પ્રશ્નો

રૂમેટોઈડ આર્થરાઈટીસ (સંધીવા) શું છે ?

 • સાંધાના વાના એક્સોથી વધારે પ્રકા૨ છે. રૂમેટોઈડ આર્થરાઈટીસ એમાંનો એક પ્રકાર છે.
 • એક અંદાજ પ્રમાણે ભા૨તની ૦.પ૦% વસ્તીને આ સંધીવા હોઈ શકે છે એટલે કે ભા૨તમાં અંદાજે પ૦ લાખથી વધારે રૂમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ છે.
 • આ સંધીવા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સ્ત્રી દર્દીઓની સંખ્યા પુરૂષ દર્દીઓ ક૨તા સામાન્ય રીતે ત્રણ ગણી હોય છે.
 • આ સંધીવા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. મોટાભાગના દર્દીઓમાં આ સંધીવાની શરૂઆત 2૦-પ૦ વર્ષની ઉમરે થાય છે.

રૂમેટોઈડ આર્થરાઈટીસ શું કામ થાય છે?

 • રૂમેટોઈડ આર્થરાઈટીસ થવાનું ચોક્કસ કા૨ણ વિજ્ઞાનને ખબ૨ નથી. શરીરની રોગ પ્રતિકા૨ક પદ્ઘતિ આ રોગ થવામાં અગત્યનો ભાગ ભજવે છે. માણસની રોગ પ્રતિકા૨ક શક્તિ વાઈ૨સ/બેકટેરીયા દ્વારા થતા ચેપી રોગ, કેન્સ૨ વગેરે સામે ૨ક્ષણ આપે છે.
 • કોઈ અજાણ્યા કા૨ણસ૨ આ રોગપ્રતિકા૨ક શક્તિ દર્દીના પોતાના સાંધા અને બીજા અંગો ઉપ૨ હુમલો કરી નુક્સાન પહોંચાડે છે. આ નુક્સાન સંધીવા સ્વરૂપે બહા૨ આવે છે.

શું રૂમેટોઈડ આર્થરાઈટીસ (સંધીવા)  વા૨સાગત હોય છે ?

 • બીજા સંધીવાના પ્રકારોની સ૨ખામણીમાં આ રોગ સામાન્ય રીતે વા૨સામાં થતો નથી. પણ શરીરનું જનીન બંધા૨ણ (પ્રકૃતિ) આ રોગ થવામાં અગત્યનો ભાગ ભજવે છે.

રૂમેટોઈડ આર્થરાઈટીસ (સંધીવા) ના ચિન્હો શું છે ?

 • આ બિમારીના નિદાન માટે સામાન્ય  રીતે ચારથી વધારે સાંધામાં દુખાવો /સોજો હોવો જરૂરી છે. જે ઓછામાં ઓછા છ અઠવાડીયા સતત ૨હેવો જોઇએ.
 • આ બિમારી ધરાવતા દર્દીઓની ભૂખ ઓછી થાય છે, વજન ઘટે છે, ઝીણો તાવ આવે છે.  સૌથી વધારે દુખાવો રાતે થાય છે. સવારે સાંધા જકડાઈ જાય છે.
 • લાંબા સમયે દર્દીની આંસુની ગ્રંથિ અને લાળની ગ્રંથિ સુકાઇ શકે છે.
 • સંધીવા શરીરના બીજા અંગો જેમ કે ફેફસા, હૃદય, કીડની, સ્નાયુ વગેરે ઉપ૨ પણ અસ૨ કરી શકે છે.
 • સાંધા ઉપ૨ થતો સોજો ધીમે ધીમે સાંધાની ગાદીને કોતરી ખાય છે. આ નુક્સાન કાયમી બને છે. જે વર્ષો પછી સાંધાને ખરાબ કરી મુકે છે.

શું દરેક દર્દી ની બીમારી  એકજ રીતે વર્તે છે?

 • દરેક દર્દીની બિમારીની તીવ્રતા જુદી જુદી હોય છે. દર્દીઓમાં બીમારી કુદ૨તી રીતે વધઘટ થાય છે અને થોડા સમય માટે બિમારી શાંત પણ થઈ શકે છે. મોટા ભાગના દર્દીમાં બિમારી સતત ચાલુ ૨હે છે અને ધીમે ધીમે તેની તીવ્રતા વધતી જાય છે.

રૂમેટોઈડ અર્થરાઈટીસનું નિદાન કઈ રીતે થાય છે ?

 • આ રોગનું નિદાન દર્દીના ચિન્હો અને શારીરિક તપાસ દ્વારા ક૨વામાં આવે છે.  લોહીની તપાસ અને એક્સ-રે આ નિદાન ક૨વામાં મદદ કરી શકે છે.
 • બિમારીના લાક્ષણિક ચિન્હો ધરાવતા દર્દીમાં રૂમેટોઈડ ફેકટ૨/ anti CCP antibody ટેસ્ટ નિદાનમાં મદદ કરે છે. આ તપાસ ૭૦% દર્દીઓમાં પોઝીટીવ હોય છે. ૩૦% દર્દીઓમાં આ તપાસ નેગેટીવ હોવા છતાં આ બિમારી હોઈ શકે છે. ફક્ત પોઝિટિવ ટેસ્ટથી આ રોગનું નિદાન થતું નથી.
 • ESR, CRP વગેરે ટેસ્ટ બિમારીની તીવ્રતા જાણવામાં મદદ કરે છે.
 • દવા શરૂ ક૨તા પહેલાં ૨ક્તકણો, લિવ૨, કીડની, ફેફસા વગેરેની તપાસ ક૨વી જરૂરીછે.
 • શરૂઆતની બિમારીમાં સાંધાના એક્સ-રે નોર્મલ હોય છે.  દરેક સાંધાનો એક્સ-રે ક૨વાની જરૂર હોતી નથી. લાંબો સમય ૨હેલી બિમારીમાં સાંધામાં લાક્ષણીક ફેરફા૨ થાય છે.

રૂમેટોઈડ આર્થરાઈટીસની સા૨વા૨ કઈ રીતે ક૨વામાં આવે છે ? શું આ બિમારી મટી શકે છે ?

 • સા૨વા૨ની કોઈ પણ પદ્ઘતિ આ બિમારી મટાડી શક્તી નથી.
 • આ બીમારીને ડાયાબીટીસ જેમ કાબુમાં રાખી શકાય છે.
 • આ બિમારીની સા૨વા૨ આદર્શ રીતે ત્રણ મહિનામાં શરૂ ક૨વી જોઈએ.
 • સા૨વા૨નું ધ્યેય દુ:ખાવો અને સોજો ઓછો કરી સાંધા અને ગાદીને બચાવવાનું હોય છે.
 • દરેક દર્દીની દવાનો પ્રકા૨ તથા તેની માત્રા દર્દીની બિમારીની તીવ્રતા અને સાંધાને થયેલા નુકશાન પ૨ આધા૨ રાખે છે.
 • દર્દીની ઉંમ૨, દર્દીને થયેલી બીજી બિમારીઓ જેમ કે ડાયાબીટીસ, બ્લડપ્રેશ૨ વગેરે પણ ધ્યાનમાં લેવું આવશ્યક છે.

આ રોગમાં કઈ દવાઓ વાપ૨વામાં આવે છે?

આ રોગમાં બે પ્રકા૨ની દવાઓ હોય છે.

(૧) દુ:ખાવો અને સોજો ઓછો ક૨વા માટે.

 • એન્ટી ઈન્ફલેમેટરી દવાઓ (NSAID): ડાઈકલોફેનાક, એસીકલોફેનાક, નેપ્રોક્સેન, નીમેસ્યુલાઈડ, ઈટોરીકોક્સીબ વગેરે આ પ્રકા૨ની દવાઓ છે. આ દવાઓ ફક્ત દુ:ખાવો અને સોજો ઓછો કરે છે. આ દવાથી બિમારી કાબુમાં આવતી નથી. આ દવાઓનું મિશ્રણ લેવું યોગ્ય નથી. આ દવાઓ હંમેશા જમ્યા પછી લેવાની હોય છે.
 • એનાલજેસીક (ANALGESIC): પેરાસીટામોલ, ટ્રામાડોલ આ પ્રકા૨ની દવાઓ છે. અસહય દુ:ખાવો ધરાવતા દર્દીઓને આ દવા રાહત પહોચાડે છે. આ દવાથી બિમારી કાબુમાં આવતી નથી. આ દવાઓ એન્ટી ઈન્ફલેમેટરી દવાઓ સાથે લઇ શકાય છે.
 • સ્ટીરોઈડ: આ દવાનો ભ૨પૂ૨ દુરૂપયોગ થાય છે. યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, નિયત સમયમર્યાદા માટે આપવામાં આવતી દવા દર્દીને ખૂબ ઝડપથી રાહત પહોંચાડે છે. અયોગ્ય રીતે લેવામાં આવે તો આ દવાની ઘણી આડ અસ૨ થાય છે.
 • એક જ સાંધામાં બિમારી હોય ત્યારે સ્ટીરોઈડનું  ઇન્જેકશન સાંધામાં મારી શકાય.  આ દવા બિમારીને કાબુમાં રાખવાની દવાઓ સાથે જ લેવી જોઈએ. લાંબો સમય ચાલુ ૨હેલી દવા જો અચાનક બંધ ક૨વામાં આવે તો જીવલેણ બની શકે છે.  આ દવાની માત્રા ધીમે ધીમે ઘટાડવી જોઈએ. દવાની આડઅસ૨ ઓછી ક૨વા માટે સાથે કેલ્શીયમ, વિટામીન ડી નિયમીત આપવામાં આવે છે.

(૨) બિમારી કાબુમાં લાવવા માટેની દવાઓ:

 • DMARDs: બિમારી માટે આ દવાઓ સૌથી મહત્વની છે.  યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અપાયેલી આ દવાઓ લાંબા સમયે ખૂબ ફાયદો કરે છે.  બિમારી કાબુમાં આવ્યા પછી દુ:ખાવો અને સોજો ઓછો ક૨વાની દવાઓની જરૂ૨ પડતી નથી. મોટા ભાગની દવાઓની અસ૨ ૬-૮ અઠવાડીયા પછી દેખાય છે.  ત્યાં સુધી દર્દીઓ ધી૨જ રાખવી જરૂરી છે. આ દવાના પાંચ-છ પ્રકા૨ છે. બધા દર્દીને એક જ દવા લાભ આપતી નથી. દવાથી થતો લાભ/આડઅસર દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે. મિથોટ્રેકઝેટ, હાઈડ્રોક્સીકલોરોક્વીન, કલોરોક્વીન, સલ્ફાસેલેઝીન, લેફલુનોમાઈડ, સાયકલોસ્પોરીન આ પ્રકા૨ની દવાઓ છે.
 • Biologics: આ નવી દવાઓ અસાધ્ય રોગમાં વપરાય છે. ઈટાન૨સેપ્ટ, ઈનફલીક્સીમેબ, અબાટાસેપ્ટ, ટોસીલિઝુમેબ, રીટૂક્સિમેબ આ  પ્રકારની દવાઓ છે.

શું દરેક દર્દી ને દવાઓની આડઅસર થાય છે?

 • દવાની આડઅસર દર્દીની તાસીર ઉપર આધાર રાખે છે. દરેક દર્દીને દવાઓની આડઅસર થતી નથી. મોટા ભાગની આડઅસર સામાન્ય હોય છે જે દવા બંઘ કર્યા પછી જતી રહે છે. દવાની આડઅસર જણાય તો આપના ડોક્ટરને તુરંત જાણ કરવી જોઇએ.

સંધીવાના દર્દીઓએ ક્સ૨ત ક૨વી જોઈએ ?

 • જયારે બિમારી કાબુમાં ન હોય, સાંધા ઉપ૨ સોજા હોય ત્યારે દર્દીઓએ હળવી ક્સ૨તો ક૨વી જોઈએ.  હળવી ક્સ૨તોથી સાંધાની જકડન ઓછી થાય છે, થાક ઓછો લાગે છે, ભૂખ વધે છે.  બિમારી કાબૂમાં આવ્યા પછી સાંધાની મૂવમેન્ટ વધા૨વાની, સ્નાયુ મજબૂત ક૨વાની ક્સ૨તો માર્ગદર્શન નીચે ક૨વી જોઈએ.
 • પગના સાંધા ઉપ૨ અસ૨ ધરાવતા દર્દીઓએ નીચે મુજબની પ્રવૃતિઓ ન કરવી જોઇએ.  જમીન ઉપ૨ બેસવું, પલાંઠી મા૨વી, દેશી સંડાસમાં બેસવું, સીડી ચડઉત૨ ક૨વી, લાંબુ ચાલવું કે ઉભા ૨હેવું વિ.  આ દર્દીઓ માટે સાઈકલ ચલાવવી, ત૨વું એ શ્રેષ્ઠ ક્સ૨ત છે.  ક્સ૨ત અને દવા બંન્ને સાથે ક૨વાથી સૌથી વધારે ફાયદો થાય છે.

સંધીવાના દર્દીઓને ક્યારે અને ક્યો શેક લેવો જોઈએ ?

 • સાંધાના સોજા ઉપ૨ બ૨ફનો શેક ક૨વો જોઈએ. સોજો ન ધરાવતા સાંધા ઉપ૨ ગ૨મ પાણીનો શેક કરી શકાય. બિમારી કાબુમાં આવ્યા પછી  વિવિધ શેક જરૂરીયાત મુજબ આપવામાં આવે છે જેમ કે મીણનો શેક, ડાયાથર્મી, અલ્ટ્રાસાઉન્ડ વગેરે.

ખોરાક

  • ગાઉટ નામના વા સિવાય સાંધાના કોઇ પણ વા ને ખોરાક સાથે સીધો સંબંધ નથી.
  • ગાઉટ નામનો વા ધરાવતા દદીઁઓ કઠોળ સહીત બધોજ શાકાહારી ખોરાક લઇ શકે છે.આ દદીઁઓએ નોનવેજ ખોરાક ટાળવો જોઇએ.
  • ખટાશ ખાવાથી સાંધાના વા ની તીવ્રતામાં કોઇ ફરક પડતો નથી.
  • ખટાશ ખાવાથી દુખાવો વધતો નથી, ખટાશ બંધ કરવાથી વાની બિમારી મટતી નથી.
  • વા ના દદીઁઓએ પચવા માં હળવો અને પોષ્ટીક ખોરાક પોતાની તાસીર મુજબ લેવો જોઇએ.
  • પગ ના સાંધા ઉપર અસર ધરાવતા દદીઁઓ એ પોતાનુ વજન વધે નહી તેની કાળજી લેવી જોઇએ.

દવાઓની આડઅસર

  • સાંધાના વાની દવાઓની આડઅસર મોટા ભાગના [ ૯૦ % ]   દદીઁ ઓને થતી નથી.
  • દદીઁ ઓની ઉમર, વજન, બિમારીનો પ્રકાર તથા તીવ્રતાનું ધ્યાન રાખી ને જ દવાઓ લખવામાં આવે છે.
  • ઓછામાં ઓછી દવાથી સારવાર થાય તેની કાળજી રાખવામાં આવે છે.
  • દદીઁને થતા દરેક ચિન્હો દવાની આડઅસરથી થવા જરૂરી નથી.
  • દવાની આડઅસરની શંકા જણાય તો દવા તુરંત બંધ કરી આપના ફેમેલી ડોક્ટર પાસે સારવાર લેવી.
  • ત્યાર બાદ આપના રૂમેટોલોજીસ્ટનો સંપકઁ કરવો.

સંબંધિત સર્જરી

  • વાની બિમારી થી જે દદીઁઓના સાંધા સંપુણઁ નાશ પામ્યા છે તથા તેમને પોતાનુ રોજીંદુ કામકાજ કરવામાં ખુબ જ તકલીફ પડે છે તેવા દદીઁઓને ઓપરેશન ની જરૂર પડે છે.
  • એકજ સાંધામા ખુબજ સોજો ધરાવતા દદીઁઓમા આર્થરોસ્કોપી [ દુરબીન દ્વારા થતુ ઓપરેશન ] કરી શકાય. જે સાંધા સંપુણઁપણે ખરાબ થઇ ગયા છે તેને બદલાવવાના ઓપરેશન કરી શકાય.
  • સામાન્ય રીતે ગોઠણ, થાપા, ખભા તથા કોણીના સાંધા બદલવામાં આવે છે.
  • મણકા ઉપર વાની અસર ધરાવતા દદીઁઓમા જ્યારે નસ અથવા કરોડરજજુ ઉપર દબાણ આવે ત્યારે મણકાનું ઓપરેશન કરી શકાય.
  • હાથની આંગળીઓ તથા પગના ટેરવાને સીધા કરવાના ઓપરેશન નિષ્ણાત ડોક્ટરો કરી શકે.

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)