ઓસ્ટીઑપૉરોસીસ

Last Update : 01 April, 2015

ઓસ્ટીઑપૉરોસીસ એક હાડકાનીં બીમારી છે. આ બીમારીમાં હાડકાની ઘનતા ઓછી થાય છે.

મોટી ઉમરે થતી આ બીમારીમાં ઘણીવાર કોઇજ ચિન્હ હોતા નથી. નાની ઠોકર વાગવાથી થતા ફ્રેક્ચર ઓસ્ટીઑપૉરોસીસનું સૌથી મહત્વ નું લક્ષણ છે. અમુક દદીઁમાં આખા શરીરમાં દુઃખાવો થાય છે.


 

વારંવાર પૂછાતાં પ્રશ્નો

ઓસ્ટીઑપૉરોસીસ કોને થઇ શકે છે?

 • ઓસ્ટીઑપૉરોસીસ સામાન્ય રીતે સ્ત્રીઓમાં૬૫ વષઁ અને પુરુષોમાં ૭૫ વષઁની ઉમર પછી જોવા મળે છે.

What are symptoms of Osteoporosis?

Gujarati content not available

ઓસ્ટીઑપૉરોસીસનું નિદાન કઇ રીતે કરવામાં આવે છે?

 • ઓસ્ટીઑપૉરોસીસનું સચોટ નિદાન BMD DEXA (ડેક્સા) પધ્ધતિના મશીન દ્વારા કરવામાં આવે છે. આ મશીન દ્વારા કમર, થાપા  અને કાંડાના હાડકા ની ઘનતા માપવામાં આવે છે. QCT (સીટી સ્કેન),  સોનોગ્રાફી ઓસ્ટીઑપૉરોસીસનાં નિદાન માટેની બીજી પધ્ધતીઓ છે.
 • સોનોગ્રાફી દ્વારા કરવામાં આવેલા નિદાનને BMD DEXA દ્વારા પુરવાર કરવું જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરાયેલા માપદંડ થી  ઓસ્ટીઑપૉરોસીસનું સચોટ નિદાન કરવામાં આવે છે.

ઓસ્ટીઑપૉરોસીસ માટે કઇ લોહીની તપાસ જરૂરી છે?

 • ઓસ્ટીઑપૉરોસીસના નિદાન માટે લોહીની કોઇ તપાસ જરૂરી નથી. કેલ્સીયમ, વિટામીન ડી, થાયરોઇડ, પેરાથાયરોઇડ હોર્મોનની તપાસ  જરૂર પ્રમાણે કરી શકાય છે.
 • નાની ઉમરે થયેલા ઓસ્ટીઑપૉરોસીસ માટે તબક્કાવાર વિવિધ  બીમારીઓની તપાસ કરવામાં આવે છે.

ઓસ્ટીઑપૉરોસીસમાં કઇ દવાઓ વાપરવામાં આવે છે?

 • ઓસ્ટીઑપૉરોસીસની સારવારના પહેલા તબક્કામાં બીસફોસ્ફોનેટ ( એલીનડ્રોનેટ, રીસેડ્રોનેટ, ઇબાનડ્રોનેટ ) વાપરવામાં આવે છે. આ દવાઓ ગોળી સ્વરૂપે મળે છે. આ દવાઓને ભુખ્યાપેટે દર અઠવાડીયે અથવા દર એક મહીને લેવાની હોય છે.  ગોળી લીધા પછી મોટો ગ્લાસપાણી પીવુંજરૂરી છે.
 • ત્યાર પછી ૩૦/૬૦  મીનીટ સુધી ચા, દુધ, કોફી, નાસ્તો લેવો નહીતથા સુવું નહીં.  જે દદીઁ ૩૦/૬૦ મીનીટ સુધી બેસી શક્તા નથી તેમને ઝૉલેનડ્રોનીક એસીડનું ઇન્જેક્શન દર વષૅઁ આપી શકાય છે.  જે દદીઁ ઓને આ દવાઓથી ફાયદો થતો નથી અથવા આ દવાઓથી આડઅસર થાય છે તેમને બીજા પ્રકારની દવા ટેરીપેરાઇડ આપવામાં  આવે છે.
 • આ દવા ઇન્જેક્શન તરીકે દરરોજ લેવી પડે છે.  સ્ત્રીઓમાં ૫૦-૬૫ વષઁની ઉમરે થયેલા ઓસ્ટીઑપૉરોસીસમાં રાલોક્સીફેન વાપરી શકાય છે.  ઓસ્ટીઑપૉરોસીસના દુ:ખાવામા રાહત માટે કેલ્સીટોનીન ટુંકા ગાળા માટે વાપરી શકાય છે.
 • આ દવા સ્પ્રે તથા ઇન્જેક્સન સ્વરૂપે મળે છે.

ઓસ્ટીઑપૉરોસીસનાં દદી ઓએ શું કાળજી લેવી જોઇએ?

 • ઓસ્ટીઑપૉરોસીસનાં દદી ઓએ પુરતા પ્રમાણમાં દુધ, દહીં, છાસ  લેવા જોઇએ. ઘર તથા બાથરૂમમાં લપસીને પડી ન જવાય તે માટે  ફેરફાર કરવા જોઇએ. હાથમાં કણ લાકડી રાખવી જોઇએ.
 • શરીરના  સ્નાયુને મજબુત રાખવાની હળવી કસરતો નિયમીત કરવી જોઇએ.

ઓસ્ટીઑપૉરોસીસનાં દદી ઓએ દવા કેટલો સમય લેવી પડે છે?

 • ઓસ્ટીઑપૉરોસીસની દવાઓ ની અસર મહીનાઓ પછી શરૂ  થાય છે. આ દવાઓ વષોઁ સુધી ચાલુ રાખવામા આવે છે.
 • આ દવાઓ ની આડઅસર ન થાય તે માટે નિયમ અનુસાર કાળજી રાખવામા  આવે છે.

ખોરાક

  • ગાઉટ નામના વા સિવાય સાંધાના કોઇ પણ વા ને ખોરાક સાથે સીધો સંબંધ નથી.
  • ગાઉટ નામનો વા ધરાવતા દદીઁઓ કઠોળ સહીત બધોજ શાકાહારી ખોરાક લઇ શકે છે.આ દદીઁઓએ નોનવેજ ખોરાક ટાળવો જોઇએ.
  • ખટાશ ખાવાથી સાંધાના વા ની તીવ્રતામાં કોઇ ફરક પડતો નથી.
  • ખટાશ ખાવાથી દુખાવો વધતો નથી, ખટાશ બંધ કરવાથી વાની બિમારી મટતી નથી.
  • વા ના દદીઁઓએ પચવા માં હળવો અને પોષ્ટીક ખોરાક પોતાની તાસીર મુજબ લેવો જોઇએ.
  • પગ ના સાંધા ઉપર અસર ધરાવતા દદીઁઓ એ પોતાનુ વજન વધે નહી તેની કાળજી લેવી જોઇએ.

દવાઓની આડઅસર

  • સાંધાના વાની દવાઓની આડઅસર મોટા ભાગના [ ૯૦ % ]   દદીઁ ઓને થતી નથી.
  • દદીઁ ઓની ઉમર, વજન, બિમારીનો પ્રકાર તથા તીવ્રતાનું ધ્યાન રાખી ને જ દવાઓ લખવામાં આવે છે.
  • ઓછામાં ઓછી દવાથી સારવાર થાય તેની કાળજી રાખવામાં આવે છે.
  • દદીઁને થતા દરેક ચિન્હો દવાની આડઅસરથી થવા જરૂરી નથી.
  • દવાની આડઅસરની શંકા જણાય તો દવા તુરંત બંધ કરી આપના ફેમેલી ડોક્ટર પાસે સારવાર લેવી.
  • ત્યાર બાદ આપના રૂમેટોલોજીસ્ટનો સંપકઁ કરવો.

સંબંધિત સર્જરી

  • વાની બિમારી થી જે દદીઁઓના સાંધા સંપુણઁ નાશ પામ્યા છે તથા તેમને પોતાનુ રોજીંદુ કામકાજ કરવામાં ખુબ જ તકલીફ પડે છે તેવા દદીઁઓને ઓપરેશન ની જરૂર પડે છે.
  • એકજ સાંધામા ખુબજ સોજો ધરાવતા દદીઁઓમા આર્થરોસ્કોપી [ દુરબીન દ્વારા થતુ ઓપરેશન ] કરી શકાય. જે સાંધા સંપુણઁપણે ખરાબ થઇ ગયા છે તેને બદલાવવાના ઓપરેશન કરી શકાય.
  • સામાન્ય રીતે ગોઠણ, થાપા, ખભા તથા કોણીના સાંધા બદલવામાં આવે છે.
  • મણકા ઉપર વાની અસર ધરાવતા દદીઁઓમા જ્યારે નસ અથવા કરોડરજજુ ઉપર દબાણ આવે ત્યારે મણકાનું ઓપરેશન કરી શકાય.
  • હાથની આંગળીઓ તથા પગના ટેરવાને સીધા કરવાના ઓપરેશન નિષ્ણાત ડોક્ટરો કરી શકે.

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)