માયકોફીનોલેટ

Last Update : 01 April, 2015

  • આ દવા શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે.
  • આ દવા ગોળી સ્વરૂપે આપવામાં આવે  છે.
  • આ દવાની માત્રા ધીમે ધીમે વધા૨વામાં આવે છે.
  • આ દવાની પુરી અસર આવતા છ મહીના લાગી શકે છે.
  • આ દવા લેતા દદીઁઓએ નિયમ અનુસાર લોહીના કણો, લીવરની તપાસ સમયાંતરે કરવી જરૂરી છે.
  • આ દવા સગર્ભા સ્ત્રીઓને આપી શકાતી નથી.

નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.

  • પેટમાં દુખાવો થવો / ઝાડા થવા.
  • શરીરમાં સતત ઝીણો તાવ આવવો, ગળામાં દુખાવો થવો, પગ ઉપર ઝીણા લાલ ટપકાં થવા.

 

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)