સાયક્લોફોસ્ફામાઇડ

Last Update : 01 April, 2015

 • આ દવા એસ એલ ઈ, પોલીમાયોસાઈટીસ, વાસ્ક્યુલાઈટીસ વગેરે ગંભી૨ રોગોમાં શરીર ના
 • મહત્વના અંગો ઉપર અસર જણાય ત્યારે વપરાય છે.
 • આ દવા શરીરની રોગ પ્રતીકારક શક્તિની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે અને શરીરના અંગોને નુક્સાન થતું અટકાવે છે.
 • આ દવા સામાન્ય રીતે ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે  છે.
 • આ દવા શરૂ ક૨તા પહેલા તથા પછી નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો, પેશાબની તપાસ ક૨વામાં  આવે છે.
 • આ દવાની પુરી અસ૨ આવતા ૬ મહીનાનો સમય લાગી શકે છે.

નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.

 • ઝીણો તાવ, ગળામાં દુ:ખવું
 • શરીર ઉપ૨ ઝીણા લાલ દાણા આવવા
 • મોઢામાં ચાંદી પડવી
 •  પેશાબમાં લોહી પડવું
 • ખૂબ જ વાળ ખ૨વા
 • શ્ર્વાસમાં તકલીફ થવી
 • અચાનક નબળાઈ, અતિશય થાક લાગવો
 • ઉલ્ટી, ઉબકા થવા, ભુખ ઓછી થઈ જવી
 • ડામ૨ જેવો ચીકણો, પાતળો કાળો ઝાડો થવો.
 • ગર્ભાવસ્થા દ૨મિયાન અને સ્તનપાન કરાવતી માતાને આ દવા આપી શકાતી નથી.

 

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)