ક્લોરોક્વીન / હાઇડ્રોક્સીક્લોરોક્વીન

Last Update : 01 April, 2015

  • રૂમેટોઈડ આર્થરાઈટીસ, જુવેનાઈલ ઈડીઓપેથીક આર્થટાઈટીસ (બાળકોના વા), એસ એલ ઈ વગેરે બિમારીમાં આ દવા આપવામાં આવે છે.
  • આ દવા ગોળી સ્વરૂપે આપવામાં આવે છે.
  • આ દવાની પુરી અસ૨ આવતા ૬ મહીનાનો સમય લાગી શકે છે.
  • આ દવા શરૂ ક૨તા પહેલા અને ત્યા૨ બાદ આંખની તપાસ સમયાંતરે કરવામાં આવે છે.
  • G6PDની ઉણપ ધરાવતા દર્દીઓને આ દવાની આડઅસ૨ થઈ શકે છે.

નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.

  • આખા શરીર ઉપ૨ ખંજવાળ આવવી.
  • શરીર ઉપ૨ લાલ દાણા આવવા.
  • આ દવાથી ચામડીનો રંગ શામળો થઈ શકે છે.
  • આંખમાં ઝાંખપ આવવી.

 

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)