બાયોલોજીક્સ [ BIOLOGICS ]

Last Update : 01 April, 2015

  • વા માં વપરાતી આ આધુનીક દવાઓ ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે.
  • ઇનફ્લીક્સીમેબ, ઇટાનરસેપ્ટ, રીટુક્સીમેબ, ટોસીલીઝુમેબ, અબાટાસેપ્ટ આ પ્રકારની દવાઓ છે.
  • આ દવાઓ શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમના સુક્ષ્મ કણોને નિશાન બનાવી બિમારીને કાબુમાં લાવે છે.
  • ગંભીર બિમારી ધરાવતા દદીઁઓ, જેમની બિમારી સામાન્ય દવાઓ થી કાબુમાં આવતી નથી, તેમને જ આ દવાઓ આપવામાં આવે છે.
  • આ દવાઓ આપતા પહેલા નિયમ અનુસાર લોહીના કણો, લીવર, કીડની, ટીબી, કોલેસ્ટેરોલ વગેરે ની તપાસ કરવામાં આવે છે.
  • જો દદીઁ અથવા દદીઁના કુટુંબમાં ટીબી અથવા કેન્સરની બિમારી થઇ હોય તો આપના ડોક્ટરને જાણ કરવી જરૂરી છે.

નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.

  • શરીરમાં સતત ઝીણો તાવ આવવો, ગળામાં દુખાવો થવો, પગ ઉપર ઝીણા લાલ ટપકાં થવા.
  • એલજીઁ ના ચિન્હો આવવાં.

 

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)