એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ [NSAIDS]

Last Update : 01 April, 2015

  • ડાઇક્લોફેનાક, ઇન્ડૉમેથાસીન, નિમેસ્યુલાઇડ, નેપરોક્સેન, ઇટોરીકોક્સીબ વગેરે આ પ્રકારની દવાઓ છે.
  • આ દવા શરીરની અંદર ઇન્ફ્લેમેશન ( સોજો તથા દુખાવો ) ઓછું કરે છે.
  • બિમારી કાબુમાં લાવતી દવાઓ કામ કરે ત્યાં સુધી આ દવાઓ પીડામાં રાહત આપે છે.
  • આ દવાઓની માત્રા શક્ય હોય તેટલી નાની રાખવામાં આવે છે.
  • આ દવાઓ જમ્યા પછી જ લેવી જોઇએ તથા સમયાંતરે કીડનીની તપાસ કરવી જોઇએ.

નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.

  • પેટમાં દુખાવો થવો, એસીડીટી / બળતરા થવી.
  • આખા શરીર ઉપર સોજો આવવો / પગના પંજામાં સોજા આવવા.
  • શ્વાસ ચડવો.

 

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)