આરએજી વિષે

  • રૂમેટૉલોજી એલોપેથી ઉપચારની નવી શાખા છે. આ શાખામાં વિવિધ સાંધાના વાની દવા દ્વારા સારવાર આપવામાં આવે છે. આ શાખાના નિષ્ણાત ડોક્ટરોને રૂમેટોલોજીસ્ટ કહેવામાં આવે છે.
  • રાગ [ RAG ] ગુજરાતના રૂમેટોલોજીસ્ટનું સંગઠન છે. આ સંગઠનની સ્થાપના ૨૦૧૨ માં કરવામાં આવી છે.
  • આ સંગઠને પોતાના સ્થાપના વષઁ ૨૦૧૨ માં રાષ્ટ્રીય રૂમેટોલોજી કોન્ફરન્સની સફળ યજમાની કરી છે. સ્થાપના પછી સંગઠનના હેતુ સિધ્ધ કરવા માટે વિવિધ કાર્યક્રમોનું નિયમીત આયોજન કરવામાં આવી રહ્યું છે.

સંગઠનના મુખ્ય હેતુ:

  • વિવિધ સાંધાની બિમારીઓના નિદાન તથા ઉપચારમાં થતી પ્રગતી વિશે ફેમેલી ડૉક્ટર તથા જનરલ ફિઝીશીયનોને CME દ્વારા માહિતગાર કરવા.
  • રાજ્યની મેડીકલ કોલેજોના સહયોગથી તબીબી વિધાથીઁઓને સાંધાના વા ના નિદાન તથા ઉપચાર વિશે ભણાવવું. તબીબી વિધાથીઁઓ આ શાખામાં વધારે અભ્યાસ કરવા પ્રેરાય તે માટે પ્રયત્ન કરવા.
  • વિવિધ સાંધાના વા વિશે ની આધારભુત માહિતી સરળ ગુજરાતીમાં સામાન્ય દદીઁઓ માટે ઉપલબ્ધ કરવી.
  • સાંધાના વાની વિવિધ બિમારીઓ વિશે ભારતીય [ મુખ્યત્વે ગુજરાતી ] દદીઁઓમા થતા સંશોધન ને પ્રોત્સાહન આપવું.

Disclaimer : This patient fact sheet is provided for general education only. Individuals should consult a qualified health care provider for professional medical advice, diagnosis and treatment of a medical or health condition.

Copyrights 2015-16 ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)